ગુજરાતમાં અસામાજીક તત્વોનો આતંક યથાવત જાેવા મળી રહ્યો છે. એક પછી એક અસામાજીક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વંથલીના કણજા ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યુ છે. કણજા ગામમાં પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. અસામાજીક તત્વોએ આરોગ્ય સેન્ટરના બારી, દરવાજા અને કાચ તોડી નાખ્યા હતા અને અંદાજીત રૂા.ર લાખનું નુકશાન કરેલ છે. આ બનાવ અંગે કણજા પીએચસીના કેતનભાઈ અમૃતલાલ પરમાર(ઉ.વ.૩૬)એ ઈરફાન યુનુસભાઈ સોઢા રહે.કણજા વાળા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.