દ્વારકા પંથકમાં જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન લાડવા ગામની સીમમાં એક આસામીની વાડીમાં આવેલા પડતર મકાનમાં દારૂ છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા આ અંગે પોલીસે લાડવા ગામની સીમમાં દોડી જઈ અને આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૯૦,૮૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૨૨૭ બોટલ કબજે કરી હતી. આ સ્થળેથી દ્વારકામાં શ્યામવાડીની સામે રહેતા પરેશ જેરામભાઈ નકુમ નામના ૨૪ વર્ષના શખ્સની અટકાયત કરી, રૂપિયા ૨૦,૫૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૧,૧૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પરેશ નકુમની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં દ્વારકામાં એડવન્ટ સિનેમા સામે રહેતા શ્યામ માણેક નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે હાલ તેને ફરાર ગણી પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.