Thursday, September 28

કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં હરિયાળી મહોત્સવ યોજાયો

0

દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે મેન્ગ્રુવ્સનું મોટા પાયે વાવેતર કરાશે

દ્વારકામાં આવેલા રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્‌સ, માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ, વન વિભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ દ્વારા ચેરનું પૂજન અને વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન વિભાગના ૮ અધિકારીઓ કરેલી વિશેષ કામગીરી બદલ તેમને સમ્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં વિવિધ ૬ કોર્પોરેટ્‌સ પાર્ટનર સાથે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ વન વિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને મિશન લાઇફનો મંત્ર આપ્યો છે. ગુજરાત વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જમીનની ખારાશ અને ધોવાણ થતું અટકે તે માટે મેનગૃવ્સની ભૂમિકા મહત્વની છે. જેના પરિણામે જ મિષ્ટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. કુદરતી આફતો જેવી કે પુર અને વાવાઝોડાના સમયે પણ દરિયાકિનારાના વિસ્તારોમાં ચેરના વાવેતર થકી નુકશાન થતું અટકે છે. દરિયા કિનારાના સંરક્ષણ અને જાળવણી તેમજ ડોલ્ફિન રક્ષણ માટે પણ મેન્ગ્રુવનું વાવેતર અને તેની જાળવણી મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા આવનારી કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણના જતન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા બિપરજાેય વાવાઝોડા દરમ્યાન આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે રાજ્યમાં એક પણ માનવ મૃત્યુ થયું નથી તે બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આવનારા સમયમાં પણ કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું. ગુજરાતના વિશાળ દરિયાકિનારાના ૩૦૦૬ હેકટર વિસ્તારમાં મેન્ગ્રુવના વાવેતર માટે વિવિધ ૬ કોર્પોરેટ્‌સ સાથે એમઓયુ કરવામાં આવ્યા તે બદલ વન વિભાગને તેમજ કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતા.જે પ્રકારે ભગવાનને સૌથી વધુ મિષ્ટીનો ભોગ ધરવામાં આવે છે તે જ પ્રકારે દરિયાકિનારાને મિષ્ટી રૂપી ચેરના વૃક્ષોની ભેંટ આપવા બદલ સરકારને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યના કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, હરિયાળી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત પર્યાવરણ દિનના રોજ મિષ્ટી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં ૨૫ જગ્યાએ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વન મહોત્વની ઉજવણી કરવાની પહેલ થકી ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો ઉપર વિવિધ વનોની સ્થાપના કરવામાં આવી છે. અને મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણના સંરક્ષણ સાથે આ વનો પર્યટન સ્થળો તરીકે પણ વિકસ્યા છે. રૂક્ષ્મણી મંદિર પાસે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેના થકી જમીનનું ધોવાણ થતું અટકશે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વિશાળ દરિયાકિનારો ધરાવતા દ્વારકામાં જમીનની ખારાશ હોવાથી જમીનનું ધોવાણ થતું અટકે તે માટે આજે મેનગૃવ્સનું વાવેતર મિષ્ટિ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું છે. તેમજ તેમણે પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણનું જતન કરવા નાગરિકોને અપીલ કરી હતી. “મિષ્ટી”(સ્ૈંજીૐ્‌ૈં) પ્રોજેક્ટ હેઠળ છ કંપનીઓ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે કુલ છ એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ નિયુક્ત જમીનો ઉપર મેન્ગ્રુવ્સના(ચેર) વાવેતર દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરવા પ્રત્યેક કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડે ૪૦ હેક્ટર જમીન ઉપર, નાયરા એનર્જી લિમિટેડ દ્વારા ૨૫૦ હેક્ટર જમીન ઉપર, આર.એસ.પી.એલ. લિમિટેડ દ્વારા ૧૦૦ હેક્ટર જમીન ઉપર, ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (્‌ઝ્રજીઇડ્ઢ) દ્વારા ૨૦૦ હેક્ટર જમીન ઉપર, કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ, વેદાંત લિમિટેડે ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠાના ઝોનમાં આશરે ૧૦૦૦ હેક્ટર વિસ્તારમાં તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વ્યાપક ૩૫૦૦ હેક્ટર જમીન ઉપર મેન્ગ્રુવ્સનું વાવેતર કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. કંપનીઓ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચેના આ સહયોગી પ્રયાસોનો ઉદ્દેશ દરિયાકાંઠાના ઇકોસિસ્ટમના સંરક્ષણ અને જાળવણીને વધારવાનો છે. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત રાજ્ય મુખ્ય વન સંરક્ષક દ્વારા તેમજ આભારવિધિ યુ.ડી. સિંઘ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રિય વન, આબોહવા અને કલાયમેટ ચેન્જ વિભાગના ડાયરેકટર જનરલ એન્ડ સ્પેશિયલ સેક્રેટરી ચંદ્રપ્રકાશ ગોયલ, ધારાસભ્ય ઉદય કાનગડ, ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે. ચતુર્વેદી, યુ.ડી. સિંઘ, સાથે આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!