જૂનાગઢમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, કાળવા ચોકમાં બનેલા બનાવ અંગે જૂનાગઢના બિલખા રોડ, ઈન્દીરાનગર, હનુમાન મંદિર વાળી ગલીમાં રહેતા કરણભાઈ જગાભાઈ સીંધવ ભરવાડ(ઉ.વ.ર૩)એ સંદિપ ઉર્ફે કાલીયો સોલંકી તથા તેની સાથેના અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનો આરોપી નં-૧ અવાર-નવાર ફરિયાદીની દુકાને જઈદુકાન બંધ કરી દેવાની ધમકી આપતો હોય અને આરોપી નં-૧ સામે અગાઉ પોલીસ કેસ થયેલ હોય દરમ્યાન ગઈકાલે આ કામના આરોપીઓ ફરિયાદીની દુકાને જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ એસ.બી. રાઠોડ ચલાવી રહ્યા છે.
વંથલી તાલુકાના થાણાપીપળી ગામે જુગાર દરોડો છ ઝડપાયા
વંથલી તાલુકાના થાણાપીપળી ગામે ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા હરીભાઈ ઠાકરશીભાઈ વડારીયાના કબ્જા ભોગવટના મકાનમાંથી જુગાર રમતા કુલ છ શખ્સોને પોલીસે રૂા.ર૧૪૦૦ની રોકડ, મોબાઈલ ફોન પાંચ, ત્રણ મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂા.૧ર,૦૭,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદમાં જુગાર દરોડો : બે ઝડપાયા
કેશોદ પોલીસે ગઈકાલે આંબાવાડી બગીચા પાસે જુગાર અંગે દરોડો પાડતા પ્રકાશભાઈ મંગાભાઈ ખોડા રહે.આંબાવાડી, કેશોદ તથા બુકી કિરીટભાઈ રહે.રાજકોટ વાળા વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આ કામના આરોપીએ ગેરકાયદેસર રીતે આઈસીસી ક્રીકેટ વર્લ્ડ કપના કવોલીફાયર મેચમાં નેધરલેન્ડ અને સ્કોટલેન્ડના મેચમાં વેસ્ટલ કંપનીનું એલઈડી ટીવી ૩રનું કી.રૂા.પ૦૦૦ વાળીમાં મેચ જાેઈ રાજકોટના કીરીટભાઈ બુકીને ફોનથી રન ઉપર બેટીંગ કરી રૂપીયાની હારજીતનો સટ્ટો રમી મોબાઈલ ફોન નંગ-ર કિ.રૂા.૧૦,૦૦૦ તથા રોકડા રૂા.૧૦૦૦ એમ કુલ કિ.રૂા.૧૬,૦૦૦ના સાહિત્ય સાથે મળી આવી ગુનો કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવ અંગે કેશોદ પોલીસ વધુ તપાસ ચાલવી રહી છે.