કેશોદમાં ૬ ઈંચ, માણાવદર, વિસાવદર, મેંદરડા, સાડા ત્રણ ઈંચ, વંથલી બે ઈંચ, જૂનાગઢ દોઢ ઈંચ વરસાદ : જીલ્લા ૧ર ડેમ ઓવરફલો
ગઈકાલે જૂનાગઢ સહિત સોરઠના વિવિધ તાલુકામાં મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવ્યું હતું અને જીલ્લાના વિવિધ તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ હતી. સતત પડી રહેલા વરસાદને પગલે જૂનાગઢ જીલ્લાના ૧ર ડેમો ઓવરફલો થયા છે. આજે જૂનાગઢ શહેરમાં હળવા ઝાંપટા પડયા બાદ વરાપ જેવું વાતાવરણ થયું હતું પરંતુ ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવો માહોલ રહ્યો છે. દરમ્યાન આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વિવિધ તાલુકામાં પડેલા વરસાદ અંગેના આંકડા ઉપર એક નજર જેમાં માણાવદર સાડા ત્રણ ઈંચ, વંથલી બેં ઈંચ, જૂનાગઢ ગ્રામ્ય દોઢ ઈંચ, ભેંસાણ પોણા બે ઈંચ, વિસાવદર સાડા ત્રણ ઈંચ, મેંદરડા સાડા ત્રણ ઈંચ, કેશોદ છ ઈંચ, માંગરોળ સવા ઈંચ, માળીયા હાટીના એક ઈંચ, જૂનાગઢ સીટી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.