માળિયાનાં જુથળમાં નદીના પ્રવાહમાં ગાડુ તણાતાં ખેડૂત, ૨ બળદનાં મોત

0

માળીયાના જૂથળ ગામના ખેડૂત કડવાભાઈ ભાદરકા(ઉ.વ ૬૨) ખેતરેથી બળદગાડુ લઈ પોતાના ઘર તરફ આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં આવતી નદી ઉપરના પુલ ઉપરથી બળદનો પગ લપસી જતા બળદગાડા સહિત ખેડૂત નદીના ઘસમસતા પાણીના પ્રવાહમાં ડૂબ્યા હતા. વધુ વરસાદને કારણે પાણી પણ વધારે હોય જેમાં ડૂબવાથી ખેડૂત સહિત બે બળદોના મોત થયા હતા. આ બનાવથી ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. માળિયાહાટીનાનાં જૂથળ ગામે વાડી વિસ્તારમાં આવેલ પુલને ઊંચો બનાવવા માટે સ્થાનિકોની માંગ હતી પરંતુ આ પુલ જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં જ ફરી વખત બનાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે પુલ નબળો હોવાને કારણે સાઈડની કિનારીઓ પણ તૂટી જવા પામી છે. હાલ તો ગામ લોકો તેમજ આગેવાનો તેમજ મામલતદાર માળીયા સહિતના ઘટના સ્થળે પહોંચી અને ખેડૂત તેમજ બળદ અને બળદ ગાડાને કાઢી લીધું હતું. જ્યારે ખેડૂત કળવાભાઈના મૃતદેહને માળીયા હાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો.

error: Content is protected !!