જૂનાગઢમાં અગાઉના મનદુઃખે તલવાર, લોખંડના પાઈપ વડે હુમલો

0

જૂનાગઢમાં અગાઉના મનદુઃખે તલવાર, લોખંડના પાઈપ વડે હુમલાનો બનાવ બન્યો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં અંજન્ટા ટોકીઝની પાસે રહેતા આરીફાબેન જાબીદભાઈ થઈમ(ઉ.વ.૩૯)એ હસન ઉર્ફે ટકો, જાફરભાઈ અને એક અજાણ્યા શખ્સ રહે.બધા એપાર્ટમેન્ટ અકબરી પાસે વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી હસન ઉર્ફે ટકો તથા તેનો મિત્ર જાફર તથા એક અજાણ્યો ઈસમ કે જે ત્રણેય જણા ફરિયાદીના દિયર સાથે અગાઉ થયેલ મનદુઃખ રાખી ફરિયાદીના ઘરે આવી ભુંડી ગાળો બોલી ફરિયાદીને તલવાર તથા લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી શરીરે ઈજાઓ કરી ફરિયાદીના છોકરાને મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વંથલીના વાડલા ગામે ગળાફાંસો ખાતા મૃત્યું
વંથલી તાલુકાના વાડલા રામ મંદિર પાસે રહેતા મસરીભાઈ રાજાભાઈ ગરચર(ઉ.વ.પ૦)એ આર્થિક સંકડામણના કારણે પોતાની મેળે ચીકુડીના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!