જૂનાગઢ શહેરના અસરગ્રસ્તો માટે ૩૪ હજાર ફૂડ પેકેટ તૈયાર : જરૂરિયાતમંદોને કરાતું વિતરણ

0

રાજકોટ અને ગીર-સોમનાથ જિલ્લા પ્રશાસને પણ સેવાભાવી સંસ્થાઓની મદદથી ફૂડ પેકેટ મોકલ્યા

જૂનાગઢ શહેરના અસરગ્રસ્તો માટે ૩૪૦૦૦ જેટલા ફૂડ પેકેટ તૈયાર થઈ ચૂક્યા છે. સાથે જ આ ફૂડ પેકેટ્‌સનું જરૂરિયાતમંદો સુધી અવિરતપણે વિતરણ ચાલુ છે. સંકટના આ સમયમાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. ઉપરાંત રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસનને પણ સેવાકીય સંસ્થાઓની મદદથી જૂનાગઢ માટે ફોડ પેકેટ્‌સ મોકલી આપ્યા છે. તેમજ જૂનાગઢની આજુબાજુના તાલુકાઓએ પણ ફૂડ પેકેટ્‌સ મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૩૪ હજાર ઉપરાંત વધુ ૩૦ હજાર જેટલા ફૂડ પેકેટ્‌સ સેવાભાવી સંસ્થાઓની મદદથી બનાવવામાં આવી રહ્યા છે. કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી રીનાબેન ચૌધરી ફૂડ પેકેટ્‌સ બનાવવા અને વિતરણ માટે જરૂરી સંકલન કરી રહ્યા છે.

error: Content is protected !!