જૂનાગઢ મહાનગરપાલિકાના ૬૦૦ કર્મચારીઓ પણ કરી રહ્યા છે સફાઈ કાર્ય
જૂનાગઢમાં પડેલા ભારે વરસાદથી સોસાયટીમાં આવેલો કચરો તેમજ ગંદકી દૂર કરવા પ્રશાસન દ્વારા એક્શન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. રોગચાળો ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને પણ જરૂરી તકેદારી રાખવા સમજુત કરવામાં આવી રહ્યા છે. અમરેલી અને ભાવનગર ની નગરપાલિકાની ટીમો આવ્યા પછી અમદાવાદ મહાનગરપાલિકાની ૧૮૦ સભ્યોની ટીમ તેમજ રાજકોટ થી ૭૩ કર્મચારીઓ પણ બપોર બાદ સાંજ સુધીમાં જૂનાગઢ સફાઈ કાર્ય માટે-દવા સાથે સેનિટેશન માટે આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાના ૬૦૦ કર્મીઓ પણ જુદા જુદા વિસ્તારમાં સફાઈ કાર્ય કરી રહ્યા છે.