જૂનાગઢ શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરવખરીના સામાન સહિતની નુકસાનીનો ડોટ ટુ ડોર સર્વે શરૂ કરાયો

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદના વિરામ બાદ ગણતરીના કલાકોમાં જ નુકસાનીનો તંત્ર દ્વારા સર્વે

જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદ બાદ જનજીવન પૂર્વવત બને તે દિશામાં તંત્રએ ઝડપભેર કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ તંત્ર દ્વારા ભારે પૂરના લીધે લોકોના ઘરવખરીના સામાન તથા અન્ય નુકસાનીનો ડોર-ટુ-ડોર સર્વે શરૂ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ મુજબ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદના વિરામ બાદ ગણતરીના કલાકોમાં જ અસરગ્રસ્ત વિસ્તારમાં કર્મચારીઓની જુદી- જુદી ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સર્વે દરમ્યાન ઘરવખરીના સામાન ઉપરાંત માનવ તથા પશુ મૃત્યું, કાચા-પાકા મકાન અને ઝૂંપડાને નુકસાની વિગતો સામે આવ્યો ટેકનિકલ અભિપ્રાય મેળવીને નુકસાનીનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવશે. જેના આધારે સરકારના ધારા ધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવશે. ઉપરાંત સર્વેની કામગીરી ખૂબ ત્વરાએ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

error: Content is protected !!