Saturday, September 23

અતિવૃષ્ટિની સ્થિતિમાં સામૂહિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ : સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં ૩૦ બેડ જનરેટર સહિતની વ્યવસ્થા

0

જૂનાગઢ જિલ્લામાં હાલની વરસાદની પરિસ્થિતિ અને હજુ બે દિવસની આગાહી ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જરૂરી તકેદારીના પૂર્વ પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ સર્જન ડો. પાલાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર, પોલીસ સહિતના અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલનું તંત્રના સંપર્ક -સંકલનમાં છે અને હજુ સુધી સામૂહિક જાનહાનીનો કોઈ બનાવ- કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયો નથી. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આ સ્થિતિમાં ૩૦ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ પણ છે. હાલની સ્થિતિમાં આજે ૧૨ સગર્ભા બહેનો દાખલ કરવામાં આવી હતી. જેની તબિયત સામાન્ય છે. અતિવૃષ્ટિની સ્થિતિમાં અસરગ્રસ્ત ઈજાગ્રસ્ત લોકોની તાત્કાલિક સારવાર માં કોઈ તકલીફ ના પડે તે માટે જનરેટરના સેટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

error: Content is protected !!