ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદથી થયેલ નુકસાનનું રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ૧૭-૬-૨૦૨૩ અવિરત વરસાદ ચાલુ હોય જેથી કરીને આ વિસ્તારના ખેતીના ખેતરોમાં સતત પાણી ભરવાના કારણે ખેતરમાં વાવેતર કરેલ પાકો જેવા કે મગફળી, કપાસ, સોયાબીન, સેરડી વગરે ખેતીના પાકો સદંતેર નિષ્ફળ જાય તેવી શકયતાઓ છે. જેથી કરીને આ વિસ્તારના હજારો હેકર જમીનમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે. જેથી ખેડૂતોને સરકારી ધારા ધોરણ મુજબ સહાય તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા માંગણી તેમજ તારીખ ૧૮/૧૯ જુલાઈના રોજ થયેલ ભારે વરસાદના કારણે પશુ મૃત્યું, મકાનો ઘરવખરી તેમજ જાનમાલને ભારે નુકશાન થયેલ હોય તેમજ ખેડુતની જમીન ધોવાણ થયેલ છે. તેનું પણ સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગણી તેમજ છેલ્લા ૪૦ દિવસથી મજૂરી કામ કરતા મજૂરોને પણ મજૂરી કામ મળેલ ન હોય તેથી મજૂરોની હાલત પણ ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. તેથી આવા મજૂરોને પણ યોગ્ય વળતર આપવા માંગણી તથા વેપારીઓની દુકાનો તથા ગોડાઉનોમાં પણ ભારે નુકશાની થયેલ હોય જેનો સર્વે કરાવી સરકારના નિયમ મુજબ સહાય ચુકવવા માંગ કરી હતી.