કોડીનારની જીવાદોરી સામાન શિંગોડા ડેમ સતત એક માસથી ઓવરફ્લો

0
  • ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે શિંગોડા ડેમમાં ચાર દરવાજા ૧-૧ ફૂટ ખોલાયા

ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ગણાતો અને ગીર જંગલ મધ્યે આવેલા શિંગોડા ડેમમાં ગીર જંગલ વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદના પગલે ભરાઈ ચૂક્યો છે. રૂલ લેવલ જાળવવા છેલ્લા એક માસથી ડેમના બે દરવાજા ખોલી જેટલી પાણીની આવક છે તેટલી જ જાવક રાખવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મધ્ય ગીરમાં વધુ વરસાદ પડતા ચાર દરવાજા ૧-૧ ફૂટ ખોલતા શિંગોડા નદીમાં ભારે પ્રમાણમાં પ્રવાહ વહવાથી કોડીનાર શહેર સહિત નદી કાંઠાના ૧૭ ગામોને સાવચેત કરાયા હતા. સિંચાઇ વિભાગે જણાવ્યું છે કે, ગીરમાં વરસાદથી ડેમમાં પાણીની આવક જાેતા હજું કેટલો સમય દરવાજા ખુલ્લા રાખવા પડશે તેવું હાલ કહી શકાય તેમ નથી. ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલો શિંગોડા ડેમ જુલાઈ માસના રૂલ લેવલ ૧૬.૯૫ મીટરે ભરાઈ ગયો છે. ડેમમાં પાણીનું લેવલ જાળવી રાખવા ડેમના બે દરવાજા સતત એક માસથી ખુલ્લા રાખવામાં આવ્યા છે. આ ડેમમાં ગીર જંગલ વિસ્તારના ૧૫૦ જેટલા ઝરણા અને વોકળાનું પાણી આવે છે. આ ઉપરાંત શીંગવડા નદીનું વિપુલ માત્રામાં પાણી આવે તે અલગ આથી ડેમને એલર્ટ ઉપર રાખવામાં આવ્યો છે. ૨૪ કલાક રાઉન્ડ ધી ક્લોક અહીં સિંચાઈ વિભાગનો સ્ટાફ ખડે પગે રહે છે. ત્યારે ગત રાત્રીના મધ્ય ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે શિંગોડા ડેમમાં ભારે પાણીની આવક થતાં શિંગોડા ડેમના ચાર દરવાજા ૧-૧ ફૂટ ખોલતા શીંગવડા નદીમાં અફાટ જળરાશી વહી રહી છે. શિંગોડા નદી ઉપર આવેલા તમામ કોઝવે ઉપર ઘોડાપુર આવ્યા છે. ડેમમાંથી કોડીનાર શહેર અને તાલુકાના ૧૯ જેટલા ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે તો ૧૨ જેટલા ગામોને સિંચાઈ માટે પાણી પૂરૂ પાડવામાં આવે છે. સીઝનના પ્રથમ વરસાદથી જ વર્ષભર ચાલે તેટલું પાણી ડેમમાં આવી ગયું છે. તો ડેમ સતત ઓવરફ્લો રહેતાં લોકોમાં ખુશી સાથે ભય પણ જાેવા મળી રહ્યો છે. જાેકે સતત પડી રહેલા વરસાદથી ગીર હરિયાળું બન્યું છે.

error: Content is protected !!