ખંભાળિયાની હરીપર તાલુકા શાળા ખાતે કલા ઉત્સવ ઉજવાયો

0

ખંભાળિયા તાલુકામાં આવેલી હરીપર તાલુકા શાળા ખાતે સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ કવિ, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા તેમજ સંગીત વાદન સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સાથે વાર્તા કથન, વાર્તા લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં કરાયું હતું. આ સ્પર્ધામાં છ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતાને પુરસ્કાર આપી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની થીમ જી-૨૦ અંતર્ગત રાખવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સી.આર.સી. કો-ઓર્ડીનેટર ભીમશીભાઈ ગોજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. શ્રી હરીપર તાલુકા શાળાના આચાર્ય છગનભાઈ પરમાર તેમજ સ્ટાફે સહકાર આપ્યો હતો. આ સ્પર્ધાથી બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે તેમજ તેઓને આગળ વધવા માટે પ્રેરણા મળે છે તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!