કથાકાર શાસ્ત્રીજીનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બહુમાન કરાયું
જૂનાગઢના માંગરોળના ટાવર પાસે આવેલ સીટી સેન્ટર ડેવલપમેન્ટ એપાર્ટમેન્ટના મધ્યમાં શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞ રામ કથાનું સુંદર અને ભક્તિમય આયોજન કરાયું છે. પવિત્ર પરસોતમ માસ નિમીતે ખીમજીભાઈ રામજીભાઈ પરમાર પરિવાર દ્વારા એપાર્ટમેન્ટમાં રહીશોના સાથ સહકારથી આયોજન કરેલ કથામાં માંગરોળના કથાકાર નાગેન્દ્ર વોરા શાસ્ત્રીજી વ્યાસપીઠે બીરાજી તેમના મધુર સ્વરે સંગીત શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. દરરોજ અલગ-અલગ ભક્તિમય કાર્યક્રમો સાથે કથામાં આસપાસના ભાઈઓ-બહેનો વડીલો લાભ લઇ રહ્યા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના વિનુભાઈ મેસવાણિયા, પ્રકાશભાઈ લાલવાણી, પ્રફુલભાઇ નાંદોલા, ધવલ પરમાર, વિરંજીભાઈ શુક્લ, સુરેશભાઈ સોલંકી સહિત આગેવાનો દ્વારા શાસ્ત્રીજીને ફુલહાર શાલ ઓઢાળી અને મુકેશભાઈ પરમાર અને પરિવારને ખેસ પહેરાવી સંમાનિત કરવામાં આવ્યા હતા અને આ ભક્તિમય કથાનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.