ખંભાળિયા શહેરનું સરકારી રેસ્ટ હાઉસ જર્જરીત : ખખડી જતા બંધ કરવાનો ર્નિણય : રીનોવેશન કરવામાં આવે તેવી માંગ

0

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલું સરકારી સરકીટ હાઉસ ખૂબ જ જર્જરિત હોય, આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી આ સર્કિટ હાઉસ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ખંભાળિયા શહેરમાં આવેલા જાેધપુર ગેઈટ વિસ્તારમાં દાયકાઓ જૂનું પી.ડબ્લ્યુ.ડી. પંચાયત વિભાગ હસ્તકનું સરકીટ હાઉસ કે જેમાં નાના મોટા ચાર રૂમ આવેલા છે. આ સર્કિટ હાઉસની ઈમારત ખૂબ જ જૂની અને જર્જરીત બની ગઈ હોય, તેમાં અવારનવાર પોપડા ખરે છે. ત્યારે આ સર્કિટ હાઉસની છત ઉપર સળિયાઓ પણ હવે દેખાઈ ગયા હોવાથી સલામતી માટે આ સરકીટ હાઉસ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દાયકાઓથી અહીં સરકારી અધિકારીઓ તેમજ સરકારી મહેમાન અને તેઓના પરિવારો રોકાણ અર્થે આવે છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલું આ સરકીટ હાઉસ સુવિધારૂપ અને મહત્વનું બની રહ્યું છે. જ્યારે આ સરકીટ હાઉસનું રીનોવેશન કરી અને કે અહીં અન્ય રૂમો બનાવીને તેનો ઉપયોગ પણ કરી શકાય તેવું હોય, આ બાબતે સરકારી તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. અત્રે ઉલ્લેખ છે કે વર્ષ ૨૦૧૩ થી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ અસ્તિત્વમાં આવ્યો છે. પરંતુ અહીં એકેય સુવિધા રૂપ રેસ્ટ હાઉસ નથી. થોડા સમય પૂર્વે સ્ટેટ વિભાગ દ્વારા અત્રે દ્વારકા હાઈવે ઉપરના સ્ટોર પાસે નવું સરકીટ હાઉસ બનાવવામાં આવ્યું છે. પરંતુ તે હજુ ખુલ્લું ન મૂકાતા હવે જિલ્લાનું મુખ્ય મથક સરકીટ હાઉસની સવલત વિહોણું બન્યું છે. અહીંના જાેધપુર ગેઈટ પાસેનું જૂનું સરકારી ગેસ્ટ હાઉસ પોપડા પડતા હવે મહેમાનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

error: Content is protected !!