જૂનાગઢમાં સેન્ટીંગના ચોકાની ચોરી

0

જૂનાગઢના ઝાંઝરા ગામ ખાતે રહેતા ગંગદાસભાઈ વ્રજલાલભાઈ ટાંકએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેઓનું સેન્ટીંગનું કામકાજ રાધાનગર, આંબાવાડીમાં ચાલતું હોય અને તેમના સેન્ટીંગના ચોકા ત્યાં રાખવામાં આવેલ દરમ્યાન ગત તા.૧૭-૭-ર૦ર૩ના કોઈ અજાણ્યો ચોર સેન્ટીંગના ચોકા નંગ-ર૮ રૂા.૧૬,૮૦૦ની કિંમતના ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેંદરડા અને વિસાવદર પંથકમાં જુગાર દરોડા : અનેક ઝડપાયા
મેંદરડા પોલીસે ગઈકાલે ડેડકીયાળી ગામ નજીક જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂા.૧૧,૩૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાગલપુર ગામે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૧૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત વિસાવદર પોલીસે રાજપરા ગામે જુગાર અંગે દરોડો પાડતા નવ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.૭૩૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે સરસઈ ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૭૮૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!