વેરાવળમાં મહોરમના તાજીયા ઝુલુસ માટે વિશેષ બંદોબસ્ત તૈનાત કરવાની સાથે ડ્રોન, સીસીટીવી, બોડી વોર્ન કેમેરાઓથી ચાંપતી નજર રાખવામાં આવશે

0

તહેવારોને લઈ જિલ્લા પોલીસવડાએ શહેરના તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી : તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ તંત્રના સહકારમાં રહેવા પોલીસવડાની આગેવાનોને ખાસ અપીલ

સંવેદનશીલ વેરાવળ શહેરમાં આગામી મહોરમ અને જાગરણના તહેવારોને લઈ જિલ્લા પોલીસવડાએ સર્વે સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. જેમાં આ તહેવારોને લઈ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત રહેનાર હોવા અંગે માહિતી આપવાની સાથે આગેવાનોને સતર્કતા દાખવી પોલીસ તંત્રના સહકારમાં રહેવા અપીલ કરી હતી. વેરાવળમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં આવી રહેલા મહોરમ અને જાગરણના તહેવારોને લઈ તમામ સમાજના ઉપસ્થિત આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તહેવારો દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેના ઉપર સૌ એ ભાર મુકયો હતો. બેઠકમાં પોલીસ અધિકારીઓએ આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, સંવેદનશીલ શહેર હોવાથી આ વખતે મહોરમ અને જાગરણ તહેવારોને લઈ વિશેષ બંદોબસ્ત તૈનાત કરવાનું આયોજન કરાયુ છે. મહોરમ પર્વે ૬૦ તાજીયાઓને મંજુરી આપવામાં આવી હોય તેઓને નંબરની ફાળવણી કરવામાં આવશે. દરેક તાજીયા સાથે એક વોલીનટીયરની ટીમ ઉપરાંત પોલીસના જવાનો રહેશે. તાજીયાના ઝુલુસના રૂટ ઉપરના તમામ સ્થળોએ ચાંપતો બંદોબસ્ત તૈનાત રહેશે. આ ઝુલુસ ઉપર બોડી બોર્ન કેમેરા, ડ્રોન કેમેરા, સીસીટીવી સર્વેલન્સના કન્ટ્રોલ રૂમ ઉપરથી ખાસ વોચ રાખવામાં આવશે. આ ઉજવણીમાં કોઈપણ પ્રકારની ટીખળગીરી ચલાવી લેવાશે નહીં જેનું ખાસ ધ્યાન રાખવા ટકોર કરી હતી. આ ઉજવણીમાં પોલીસના સહકારમાં રહેવા અપીલ કરી હતી.

error: Content is protected !!