જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીની બદલી : નવનિયુકત આઈજી નિલેશ જાંજડીયા અને જીલ્લા પોલીસ વડા તરીકે હર્ષદ મહેતાની નિમણુંક

0

ગુજરાતના પોલીસ તંત્રમાં મોટે પાયે ધરખમ ફેરફારો ગઈકાલે કરવામાં આવ્યા હતા. ૭૦ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા મયંકસિંહ ચાવડા અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની બદલી થઈ છે અને રેન્જ આઈજી તરીકે નિલેશ જાંજડીયા તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે હર્ષદ મહેતાની નિમણુંક કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે નિમણુંક પામેલા નવનિયુકત અધિકારી અંગે અમારા પ્રતિનિધિ મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા એકત્રીત કરાયેલી માહિતી અત્રે પ્રસ્તુત છે.
ગઈ સાંજે રાજયના ૭૦ પોલીસ અધિકારીઓની સામુહિક બદલીઓ થઈ છે. જેમાં જૂનાગઢ રેન્જ આઈજી તરીકે નિલેશ જાજડિયા નિયુકત થયા છે. મુળ ભાવનગરના વતની અને તારીખવ ૭-૧ર-૮૦ના રોજ જન્મેલા તેઓ વર્ષ ર૦૦૬ની આઈપીએસ કેડરના અધિકારી છે. બી.ઈ. મીકેનીકલ ઈન્જી. એમડીપીએમનો સફળ અભ્યાસ કરી ગુજરાત પોલીસ દળમાં જાેડાયા હતા. આ અઅગઉ તેઓ કોસ્ટલ આઈજી, વેર્સ્ટન રેલ્વે એસપી, મહેસાણા એસઆરપી ગ્રુપ-૧પ કમાન્ડર, જૂનાગઢ જીલ્લા એસપી, પોરબંદર-નવસારી જીલ્લા એસપી, મોરબી-રાજકોટ એએસપી, રાજકોટ મદદનીશ પોલીસ કમિશ્નર સહિતના સ્થળોએ યશસ્વી ફરજ નિષ્ઠાથી કાર્ય બજાવી ચુકેલ છે.
જયારે હર્ષદ મહેતા એસપી તરીકે નિયુકત થયા છે. સુરત ડીસીપી ઝોન-૪ના એસપી હર્ષદ મહેતાને નિયનિયુકિત જૂનાગઢ ખાતે અપાઈ છે. મુળ સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ચલાળા ગામના વતની અને તા.ર૬-પ-૭૪ના રોજ જન્મેલા તેઓ એમએ અંગ્રેજી અને એમઈડી અભ્યાસ સાથે ર૦૧૧માં પોલીસ દળમાં જાેડાયા અને તા.ર૦-૪-રરથી આઈપીએસ નિમણુંક પામેલા છે. તેઓએ જામનગર-ગ્રામ્ય, દાહોદ, રાજકોટ એસપી, બોટાદ એસપી અને સુરત ખાતે યશસ્વી ફરજાે બજાવી છે.
વિશેષમાં રેન્જ આઈજી તરીકે જૂનાગઢ ખાતે ફરજ બજાવનાર મયંકસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંગીન રહે તેવા માટેના મજબુત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ પરિવાર પ્રત્યે પણ તેઓ દ્વારા સરાહનીય કાર્યો કરવામાં આવેલ છે અને સારી એવી લોકચાહના મેળવેલ છે. જયારે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે ફરજ અદા કરનારા રવી તેજા વાસમ શેટ્ટીની ફરજ કાળ દરમ્યાન ઉમદા કામગીરી રહી છે. મુશ્કેલજનક પરિસ્થિતિમાં આ અધિકારીએ સરાહનીય કાર્ય કર્યું છે. અતિવૃષ્ટી, પુર પ્રકોપ, બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટના તેમજ ચુંટણીઓ, ધાર્મિક તહેવારો તેમજ વિવિધ પ્રસંગોપાત પણ જૂનાગઢ શહેર અને જીલ્લામાં શાંતીભર્યું વાતાવરણ રહે તે માટેના બનતા પ્રયત્નો કર્યા છે.

error: Content is protected !!