જૂનાગઢમાં વધુ ૯૩ જર્જરીત બિલ્ડીંગો અંગે નોટીશ

0

જૂનાગઢ શહેરમાં સોમવારે બિલ્ડીંગ તૂટી પડતા એક પરિવારના ૪ના થયેલા મૃત્યુંથી સર્જાયેલી કરૂણાંતિકા બાદ કમિશ્નર અને એસટીપીઓના પગ નીચેથી ઘરતી સરકી ગઇ છે. એટલું જ નહિ ૪ના મોતના કુંડાળામાં પગ પડી ગયો હોય હવે બચવા માટે નોટિસ વાળી શરૂ કરી છે. દરમ્યાન ગઈકાલે ગુરૂવારે વધુ ૯૩ બિલ્ડીંગોને નોટિસ ફટકારી છે અને ૧૫ બિલ્ડીંગોને ઉતારી લેવાઇ છે. હજુ પણ સર્વેની કામગીરી જારી રખાઇ છે. ત્યારે શહેરમાં હજુ કેટલી બિલ્ડીંગો જર્જરિત હશે ? વળી, જાે કડિયાવાડની બિલ્ડીંગ પડી ન હોત તો એસટીપીઓ બીપીન ગામીત હજુ પણ કુંભકર્ણની જેમ મીઠી નિંદ્રા માણી રહ્યા હોત. જાેકે, અત્યાર સુધી એસટીપીઓ બિપીન ગામીતની કાર્યપ્રણાલી માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લેવાની રહી છે.જાેકે, ૪ના મોત બાદ હવે તેને ગંભીરતા સમજાઇ છે અને પોતાની પણ જવાબદારી ફિક્સ થવાનો અંદેશો આવી જતા બિલ્ડીંગોને હટાવવાની પણ કામગીરી શરૂ કરી છે. જાેવાની ખૂબી એ છે કે, અગાઉ માત્ર ૬૫ને જ નોટિસ આપી હતી. બુધવારે વધુ ૩૩ને અને ગુરૂવારે ૯૩ને નોટિસ આપી છે. ગુરૂવારે કડિયાવાડનાં ૫, ઉપરકોટનાં ૩ અને કાજીવાડા, છાયાંબજાર, વાંજાવાડ અને ૧ સ્કુલ સહિત ૭ મળી કુલ ૧૫ બિલ્ડીંગોને દુર કરવામાં આવ્યા છે.

error: Content is protected !!