દાતારબાપુના દર્શને જતા યાત્રીકો માટે વન વિભાગ દ્વારા ગેટ ખોલવામાં નહી આવતા દાતાર સેવકો કરશે આંદોલન

0

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે કલેકટરના જાહેરનામાના અનુસંધાને ઉપલા દાતાર દર્શને જતા યાત્રિકો માટે રોક લાગી ગઈ છે અને કોઈપણ યાત્રિક દાતારના દર્શને ન જાય એના માટે નીચે જે વન વિભાગનો ગેટ આવેલો છે. એ છેલ્લા દસેક દિવસથી બંધ રાખવામાં આવેલ છે. જેના કારણે દાતારના દર્શને જતા યાત્રીકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જાહેરનામું એવું છે કે, વિલિંગ્ડન ડેમ સાઈટ કોઈ પર્યટકો જાય નહીં પણ દાતાર જવા માટેની તો છૂટ આપવી જાેઈએ અને એક બાજુ ગિરનાર અને ભવનાથ ક્ષેત્રના તમામ ધર્મસ્થાનોમાં યાત્રિકોને પર્યટકો જઈ શકે છે. જેમાં ભવનાથ ક્ષેત્ર ગિરનાર પર્વત ઉપરના ધર્મ સ્થાન જટાશંકરની જગ્યા વગેરે ધર્મ સ્થાનોમાં તેમજ કાશ્મીરી બાપુની જગ્યા લોકો જાય છે તો દાતારના દર્શનથી કેમ વંચિત રહે તેવો સવાલ દાતારના સેવકો અને મહંત ભીમબાપુ દ્વારા તંત્રને પૂછાઇ રહ્યો છે. ત્યારે હવે આ બાબતે તંત્ર કોઈ ર્નિણય નહીં કરે તો આગામી દિવસોમાં દાતારના સેવકો અને મહંત ભીમબાપુ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

error: Content is protected !!