ઇન્ટરવ્યૂ લેવા ચાર્ટર્ડ પ્લેનમાં ટ્રસ્ટી આવ્યા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની વધુ બાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની નિયુક્તિ કરાઈ ઃ તમામને સ્થળ ઉપર જ નિમણુંક પત્ર અપાયા

0

દ્વારકાની ગર્લ્સ સ્કુલમાં વર્ષો પછી આચાર્યની જગ્યા ભરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ ૩૦ જુલાઈથી જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી રહેલી જગ્યા માટે ઇન્ટરવ્યૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં મંગળવારે વધુ ૧૨ શાળાઓના આચાર્યોની બે દિવસમાં પસંદગી થતા તેઓને નિમણૂકના હુકમો આપવામાં આવ્યા છે. આ પસંદગી કાર્યવાહીમાં ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલ, શેઠ દા.સુ. ગર્લ્સ હાઈસ્કૂલ, દ્વારકાની પી.વી.એમ. ગર્લ્સ સ્કૂલ, એન.ડી.એચ. હાઈસ્કૂલ, ભાણવડની એમ.વી. ઘેલાણી હાઈસ્કૂલ, નંદાણાની જી.એમ.ડી.સી. હાઈસ્કૂલ, વેરાડની એમ.એન. જાેગીયા હાઈસ્કૂલ, પાછતરની વી.કે. પરમાર હાઈસ્કૂલ, મોડપર તથા સલાયાની શાળામાં આચાર્યોની નિમણૂક કરવામાં આવી છે. જે માટે જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતા તથા સ્ટાફ દ્વારા આ અંગેની પારદર્શી કામગીરી કરી, તમામને તુરત જ નિમણૂકના હુકમ અપાયા હતા.
દ્વારકાની શાળામાં ઈન્ટરવ્યુ લેવા માટે મુંબઈથી ટ્રસ્ટી ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા
દ્વારકામાં આવેલી વર્ષો જૂની પી.વી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ કે જેમાં વર્ષોથી આચાર્યની જગ્યા ખાલી હતી, આ જગ્યા ઉપર ઈન્ટરવ્યુ નક્કી થતાં મુંબઈ ખાતે રહેતા ટ્રસ્ટી ચંદ્રશેન મર્ચન્ટને ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવા માટે શિક્ષણાધિકારી કચેરી ખાતે તેઓ મુંબઈથી ચાર્ટર્ડ પ્લેન મારફતે જામનગર આવ્યા હતા અને ત્યાંથી મોટર માર્ગે ખંભાળિયા આવી અને અત્રે ઇન્ટરવ્યૂમાં હાજરી આપી, મુંબઈના આ ઉદ્યોગપતિ અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ચંદ્રશેન મર્ચન્ટ સાંજે મુંબઈ ખાતે મીટીંગમાં પહોંચવા ચાર્ટર પ્લેન મારફતે પુનઃ રવાના થયા હતા. દ્વારકાની ગર્લ્સ હાઈસ્કુલ માટે રાજકોટના અનુભવી નિશાબેન અગ્રાવતની આચાર્ય તરીકેની પસંદગી તથા તેમને શાળાના ટ્રસ્ટી તથા શિક્ષણાધિકારીના હસ્તે નિમણૂક હુકમ અપાયો હતો.

error: Content is protected !!