હરિયાણામાં ધાર્મિક યાત્રા ઉપર થયેલા જેહાદી હુમલાનો ખંભાળિયામાં ઉગ્ર વિરોધ

0

હરિયાણાના મેવાત વિસ્તારમાં તાજેતરમાં યોજવામાં આવેલી એક ધાર્મિક યાત્રા ઉપર થયેલા જેહાદી આતંકવાદીઓના હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ જધન્ય બનાવનો ખંભાળિયામાં ઉગ્ર વિરોધ જાેવા મળી રહ્યો છે. આ હુમલામાં સંડોવાયેલા અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડવા તેમજ સરકારી વાહનો અને માલ-મિલકતને નુકસાન પહોંચાડવાના આ અધમ કૃત્યમાં સંડોવાયેલા શખ્સો સામે તથા સરકારને થયેલી નુકસાની વસૂલ કરવા માટે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે ગત સાંજે જાેધપુર ગેઈટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણસિંહ કંચવા, પપ્પુભાઈ જાેશી, મહેશભાઈ બારોટ, મિલનભાઈ વરિયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, મનીષભાઈ જેઠવા, મયુરભાઈ ધોરીયા, અશોકભાઈ કાનાણી, કિશન ગોહેલ, ભવ્ય ગોકાણી, જયસુખભાઈ મોદી વિગેરેએ જય શ્રી રામ, ભારત માતા કી જય, સહિતના સૂત્રોચાર કરી, વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે-સાથે જવાબદારો સાથે સામે કડક હાથે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.

error: Content is protected !!