Saturday, September 23

કેશોદ વિડીયો એન્ડ ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા વર્કશોપ યોજાયો

0

કેશોદ વિડીયો એન્ડ ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા વખતો વખત વિવિધ કાર્યક્રમોનું સેમીનાર નવી ટેકનોલોજી ફોટો વિડિયો કેમેરા ડેમોન્સ્ટ્રેશન વર્કશોપ સહીતનું આયોજન કરવામાં આવતું રહ્યું છે. ત્યારે હાલમાં નવી ટેકનોલોજી ફોટો વિડિયો કેમેરાની વિવિધ ઉપયોગીતા કેમેરા દ્વારા શુટીંગ વખતે પડતી મુશ્કેલીઓનું નિરાકરણ સહીતની માહીતી સાથે વિનામૂલ્યે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મુરલીધર ફાર્મ એન્ડ રિસોર્ટ કેનેડીપુર, મેંદરડા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બરોડાના પ્રખ્યાત સિનેમેટોગ્રાફર જય ત્રિવેદી કેયુર ત્રિવેદી વેડીંગ પ્રિવેડીંગ સિનેમેટોગ્રાફી અંગે વિગતવાર સંપુર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેડીંગ પ્રિવેડીંગ સિનેમેટોગ્રાફીમાં વિડિયો ફોટોગ્રાફી સાથે સંકળાયેલા વિડિયો ફોટો ગ્રાફરો નવી ટેકનોલોજી સાથે માહીતગાર થાય અને તેમના ગ્રાહકોને વધુમાં વધુ સારી અને નવી ટેકનોલોજી સાથેની સુવિધા આપી શકે તેવા ઉદેશ્યથી કેશોદ વિડીયો એન્ડ ફોટોગ્રાફર એસોસીએશન પ્રમુખ ગંભીરસિંહ સીસોદીયા, ઉપપ્રમુખ ઉમેશ ટાંક તેમજ સમગ્ર કમીટી ઉપસ્થિત રહી વર્કશોપને સફળ બનાવ્યો હતો.

error: Content is protected !!