કેશોદના માંગરોળ રોડ ઉપર આયુષ્યમાન ભારત યોજના હેઠળ અર્બન હેલ્થ સેન્ટર અને વેલનેસ સેન્ટરનો પ્રારંભ કેશોદ ધારાસભ્ય નગરપાલિકાનાં પ્રમુખનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ડો જી.કે. ચાવડા, ડો. જયેશભાઈ પોપટ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવેલ છે. ગુજરાતમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે અને જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલીકન્સલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્ગદર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકારની વધુ એક સિધ્ધી, આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. જેમાં કેશોદ શહેરી વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરીછે કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની ઓપીડી સારવાર વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન, સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય આસપાસના વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગંભીર રોગોના દર્દીઓની ઓળખ કરવાનો છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં સીએચઓ સ્ત્રી અને પુરૂષ આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકરોનો સ્ટાફ તૈનાત રહેશે, જેઓ સ્થાનિક સ્તરે બિન-ચેપી રોગો ઉપર ઓપીડી અને વરિષ્ઠ ડોકટરો સાથે ટેલીકન્સલ્ટેશનમાં કામ કરે છે. ગુજરાત સરકારે મોડેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવાની યોજના બનાવી છે. આ કેન્દ્રોમાં સંગીત, મ્યુઝિક થેરાપી, આયુર્વેદિક/હર્બલ ગાર્ડન, આરોગ્ય સંકલન, ફિઝિયોથેરાપી, વ્યાયામ માટે ઓપન જીમ, વોકિંગ ટ્રેક અને પ્લે એરિયા સાથે આધુનિક સુવિધાઓ સાથે લાફિંગ ક્લબ અને યોગ સેન્ટર જેવી સુવિધાઓ હશે.