કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બસ સ્ટેન્ડ પાસે પસાર થતાં વોંકળા ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલ પુલમાં પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઈ જતાં કાંકરીઓ દેખાવા લાગી હતી અને હવે પાણીનું વહેણ ધીમું પડતાં પુલ ઉપર ખાડાઓ પડી જતાં કામમાં નબળી ગુણવત્તા વાળો માલસામાન વાપરી મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. કેશોદના મેસવાણ ગામે વોંકળાનાં સામે કાંઠે આવેલાં પ્લોટ વિસ્તારમાં સરકારી શાળા, સરકારી દવાખાનું, પટેલ સમાજ આવેલ હોય જુનાં ગામમાં થી પ્લોટ વિસ્તારમાં આવવા જવા માં રાહદારીઓ, વિધાર્થીઓ અને વાહનચાલકો હેરાનપરેશાન થઈ રહ્યાં છે. કેશોદના મેસવાણ ગામે વોંકળામાં પુલનું કામ ચાલુ હતું ત્યારે નબળી ગુણવત્તા વાળું કામ થતું હોવાની પદાધિકારીઓને રજુઆત કરી હતી ત્યારે ધ્યાનમાં લેવામાં ન આવતાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ માતબર રકમ એળે ગઈ છે અને પુલ ઉપરથી પસાર થતાં રાહદારીઓ વિધાર્થીઓ અને વાહનચાલકો જાેખમ ખેડીને નીકળી રહ્યાં છે ત્યારે જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામચલાઉ ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં ગંભીર આકસ્મિક ઘટના બને તો નવાઈ નહીં હાલ આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.