રાજકોટથી દિલ્હી, મુંબઈ કનેકટીવીટી વધારવા ઉડ્ડયન મંત્રીને રજુઆત

0

દિલ્હી ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, એમપી રામભાઈ મોકરીયા, એમપી મોહનભાઈ કુંદડારીયા અને એમપી નરેન્દ્રભાઈ કાછડીયા સાથે કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જયોતીરાદીત્ય સિંધીયાને મળ્યા હતા. સૌપ્રથમ તો રાજકોટ(હીરાસર) એરપોર્ટ ચાલુ કરવા માટે એમનો આભાર માન્યો હતો. આ ઉપરાંત રાજકોથી દિલ્હી તથા મુંબઈ માટે કનેક્ટીવીટી વધારવા માટે તથા કેશોદ અને રાજકોટ એરપોર્ટ ઉપર સાસણ ગીર અને સોમનાથ મંદિર જેવા પ્રવાસન સ્થળ ઉપર આવતા પ્રવાસીઓ માટે કનેક્ટીવીટી વધારવા ભલામણ કરી હતી. મંત્રી સિંધિયાજીએ આ દિશામાં બહુ જલદી યોગ્ય પગલાં લઈશુ્‌ં એવી અમને ખાત્રી આપી હતી.

error: Content is protected !!