માધવ ક્રેડિટ કો.સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અસાધારણ સફળતા સાથે સંપન્ન

0

માધવ ક્રેડિટ કો. સોસાયટીની સાધારણ સભા તા.૩૦ જુલાઈના રોજ ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટના અધ્યક્ષ સ્થાને મળેલી હતી. વરસાદી વાતાવરણમાં હોવા છતાં ખુબ જ મોટી સંખ્યામાં હાજરી રહી હતી. વાર્ષિક હિસાબો, પ્રવૃત્તિઓના અહેવાલો, જરૂરી ઠરાવો વગેરે ઉપરાંત નાના માણસોની મોટી સિધ્ધિઓ બદલ તેને સન્માનવામાં આવ્યા હતા. પૂજાબેન અને મુકેશભાઈ કારીયા તથા જે.બી. રાવલે અમરનાથની કઠિન અને જાેખમી યાત્રા પૂર્ણ કરી તે બદલ તેનું સન્માન કર્યું હતું. સંસ્થાના કર્મચારીઓને શ્રેષ્ઠ પરફોર્મન્સ બદલ અને લોક કલાકારને પણ સન્માનિત કર્યા હતા.

error: Content is protected !!