ઘૂસિયાની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ની ટીમે સ્થળ ઉપર જ મહિલાની પ્રસુતિ કરાવી

0

તાલાલા તાલુકાના ઘૂસિયા ગામમાં રહેતા એક મહિલાને તારીખ ૬-૮-૨૦૨ના બપોરના દોઢ કલાકે પ્રસુતિની પીડા ઉપડતા તેના ગામમાં રહેતા આશાવર્કરે ૧૦૮નો સંપર્ક કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ સોમનાથ ૧૦૮ની ટીમ ઈ.એમ.ટી. રમેશ બામણીયા અને પાયલોટ સંદીપ ભાઈ કાછેલા તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પ્રસુતિનો દુઃખાવો અસહ્ય હોવાથી ૧૦૮ના ઈ.એમ.ટી. રમેશભાઈ બામણીયાએ તત્કાલીન અમદાવાદ ખાતેના ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર બેઠેલા ફિઝિશિયનનું ઓન કોલ માર્ગદર્શન મેળવી સ્થળ ઉપર જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. આવી રીતે ૧૦૮ના ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયને અમદાવાદ ખાતેના ૧૦૮ના ડોક્ટર સાથે સતત સંપર્કમાં રહી ઘટનાસ્થળ ઉપર જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને માતા તથા બાળકનો જીવ બચાવ્યો હતો અને બન્નેને વધુ સારવાર અર્થે નજીકની તાલાલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આવી રીતે ઘટનાસ્થળ પર જ જાેખમરહિત સફળતાપૂર્વક પ્રસુતિ થતા દીકરાનો જન્મ થયેલ જેથી પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે ૧૦૮ના સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

error: Content is protected !!