કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઝેરી બિનઝેરી સાપ અંગે વાર્તાલાપ યોજાયો

0

કેશોદની સરકારી ગર્લ્સ શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ ડી.પી. કરમટા દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં સર્પ વિદ અને પર્યાવરણ પ્રેમી શ્રીપનારાના માર્ગદર્શનમાં ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ અને સાવચેતી કેમ રાખવી તે અંગેનો વાર્તાલાપ યોજાયો હતો. જેમાં શાળાની તમામ વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી. શ્રીપનારા દ્વારા આ અંગે ખુબ જ ઉંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું સાથે સાપ અંગેની માન્યતા અને હકીકત અંગે સરસ પ્રશ્નોતરી કરી જવાબ આપ્યા હતા. અહી એ વાત ઉલ્લેખનીય છે કે પનારા અત્યાર સુધીમાં આશરે ૨૦૦૦ જેટલા સાપને સુરક્ષિત રીતે પકડીને ફરી કુદરતના ખોળે મૂક્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્ય જ્યોતિબેન રૂપાપરા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!