દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

0

દ્વારકા ખાતે આગામી તા. ૭ ના રોજ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો ઉપર યોગ્ય ધ્યાન આપવા જણાવાયું હતું. આ ઉપરાંત દિવ્યાંગો અને વૃદ્ધો માટે મંદિરમાં પ્રવેશની અલગ વ્યવસ્થા કરવા અંગે, તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતની પણ ખાસ તકેદારી રાખવા અંગેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રાથમિક સારવારની સુવિધા ઊભી કરવા તેમજ પુરતા પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, ડી.વાય.એસ.પી. સમીર શારડા, અને એમ.એમ. પરમાર, પ્રાંત અધિકારી દ્વારકા પાર્થ તલસાણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!