Saturday, September 23

ભવનાથ ભારતી આશ્રમ ખાતે જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાતાઓનો તથા વિશિષ્ટ સેવાકીય કામગીરી કરતા લોકોનો યોજાયેલ સન્માન સમારોહ

0

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમના સાનિધ્યમાં જૂનાગઢ શહેર તથા આજુબાજુના તાલુકાઓમાંથી ગિરનારી ગ્રુપના માધ્યમથી રક્તદાન કરવા આવતા એવા રક્તદાતાઓનું સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવેલ હતું. સાથે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સાથે જાેડાયેલી સંસ્થાઓ તથા વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવેલ હતું. આ સન્માન સમારોહનું દીપ પ્રાગટ્ય ભારતી આશ્રમના લઘુમંત મહાદેવભારતી બાપુ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપરાંત અધિક કલેક્ટર પી.જી. પટેલ, ડો. નયનાબેન આર. લકુમ તબીબી અધિકક્ષ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ડો. ચિંતન યાદવ, ડો. સેતુલ ડેડાણિયા, ડો. ધવલ ગોહિલ, ડો. પ્રતિક ગોહિલ, ડો. અર્જુન બાબરીયા, ડો. આનંદ પોપટ, ડો. હિમા પોપટ, ડો. ભાવિન પઢારીયા, નાયબ મામલતદાર હિરેન મેંદપરા, ડો. ઈશિતા ગણાત્રા, ડો. વિપુલભાઈ મોરજરીયા, ચેતનભાઇ ભટ્ટ, પત્રકાર વિનુભાઈ જાેશી, મિલનભાઈ કેલૈયા, પરેશભાઈ બુદ્ધભટ્ટી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સંબંધીત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીબાપુએ આશિષ વચન પાઠવેલા હતા. સમગ્ર કાર્યક્રમમાં ૧૦ કરતા વધારે અને ૧૮૨ વાર કરેલ રક્તનું દાન કરેલું હોય એવા રક્તદાતાઓનું સન્માન અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવા વ્યક્તિનું તથા સંસ્થાઓના પ્રતિનિધિઓને સાલ ઓઢાડીને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. અને તમામ રક્તદાતાઓ, સેવાકીય પ્રવૃતિઓ કરતા આગેવાનો, આમંત્રિત મહેમાનો, ડોક્ટરો, પત્રકાર મિત્રઓ, રક્તદાતાઓ સહિતનાઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને દિપાવેલ અને ડો. ચિંતન યાદવની આસ્થા હોસ્પિટલ દ્વારા આ કાર્યક્રમમાં સહયોગ આપેલ એ બદલ ગિરનારી ગ્રુપે સૌનો આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા દિવસ રાત મહેનત કરતા ગિરનારી ગ્રુપના સભ્યો સમીરભાઈ દવે, દેવાંગભાઈ પંડ્યા, કિર્તીભાઈ પોપટ, લલીતભાઈ ગેરીયા, સંજયભાઈ મહેતા, ભાર્ગવભાઈ દેવમુરારી, યાત્રિકભાઈ ભટ્ટ, અતુલભાઇ કાચેલા, સંજયભાઈ વાઢેર, પ્રણવભાઈ ભટ્ટ, રાહુલભાઈ ભટ્ટ, નરેન્દ્રસિંહ ચુડાસમા, ભાવિકભાઈ જાેશી, નાથાભાઈ નંદાણીયા, જયસુખભાઇ સોલંકી, આશુતોષભાઈ જાેશી સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!