જૂનાગઢ મહાનગરમાં ગત દિવસોમાં બનેલ કરૂણાંતિકાને લઇ મનપા તંત્ર હરકતમાં આવી અનેક જૂની ઈમારતોને નોટિસ ફટકારી જર્જરિત ઈમારતો ઉતારવામાં આવી રહેલ છે. પરંતુ આ ઈમારતોનો કાટમાળ ઉતારી જેતે સ્થળ ઉપર જ રાખી રસ્તા વચ્ચે જ પડેલ હોવાનું બહાર આવેલ છે ઘણી ઈમારતો ઉતર્યાના એક સપ્તાહ થવા આવેલ હોવા છતાં જેતે કાટમાળના કારણે રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને અન્ય અકસ્માતની રાહ જાેઈ રહેલ છે. જેમાં જવાહર રોડ, ઉપરકોટ, સુખનાથ ચોક સહિતના અન્ય વિસ્તારોમાં જર્જરિત ઈમારતોની કાટમાળ રસ્તાની વચ્ચે જ પડેલ હોવાથી શહેરીજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તાકીદે આ સમસ્યાનો નિરાકરણ આવે તે જરૂરી છે અન્યથા વધુ એક અઘટિત ઘટના સામે આવશે જેની જવાબદારી તંત્રની રહેશે.