જૂનાગઢમાં ઈંગ્લીશ દારૂના ૪૮ ચપટા ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે નીચલા દાતાર રોડ ઉપર નવા બનેલ પુલ નીચેથી સાજીદ ઉર્ફે કટપ્પા અમીનભાઈ શેખ(ઉ.વ.રર)ના રહેણાંક મકાનેથી સુફરની થેલીમાં પુઠાના બોકસમાં રાખેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના ચપટા નંગ-૪૮ રૂા.૪૮૦૦ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરેલ છે.

શીલ પંથકમાં જુગાર દરોડો
શીલ પંથકના ચીંગારીયા ગામે શીલ પોલીસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને કુલ રૂા.૧૭૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદના સોંદરડા ગામે જુગાર દરોડો : ત્રણ ઝડપાયા
કેશોદ પોલીસે સોંદરડા ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.ર૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

જૂનાગઢમાં જુગાર દરોડો : પાંચ ઝડપાયા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે તળાવ દરવાજા વરૂણ પમ્પીંગ સટેશન નજીકથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૩૩,૧૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનામ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં ટ્રેને ઠોકર મારતા મૃત્યું
જૂનાગઢના ગાંધીગ્રામ સીટી બસ કોલોની, વ્યાસ સાહેબના દવાખાના પાસે રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કોડીયાતર(ઉ.વ.૬૦) લીરબાઈપરા રેલ્વે ફાટક પાસે ઉભા હોય અને એ દરમ્યાન ટ્રેન આવી જતા ટ્રેનની ઠોકર લાગી જતા તેમને માથામાં ઈજા થતા તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!