Saturday, September 23

પવિત્ર પુરૂષોતમ માસના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

0

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે જગતમંદિર પરીસર ગુંજી ઉઠયું

ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતમ માસના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના જગતમંદિરમાં વર્ષ દરમ્યાનના વિવિધ ઉત્સવો અધિક માસ દરમ્યાન ઉજવાય છે. તે અંતર્ગત આજે ભગવાન શ્રી દ્વારકાધીશના જગતમંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભકિતભાવપૂર્વક હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાઈ ગયેલ હતો. આ પ્રસંગે સવારે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવેલ હતું. બાદમાં વિશેષ શ્રૃંગાર દર્શન તેમજ રાત્રીના ૧રના ટકોરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી ઉત્સવ આરતી સાથે કરવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદ સાથે સમગ્ર જગતમંદિરનું પરીસર ગુંજી ઉઠયું હતું. આ કૃષ્ણ જન્મોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઓનલાઈનના માધ્યમથી પણ લાખો કૃષ્ણ ભકતોએ અધિક શ્રાવણ માસના જન્માષ્ટમી મહોત્સવને નિહાળ્યો હતો. આજે વહેલી સવારના રોજ પારણા નેમ ઉત્સવ આરતી સવારે ૭ કલાકે તેમજ અનોસર બપોરે ૧ થી પ તથા સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે તેવું દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!