માંગરોળમાં ગાયત્રીનગરની મહિલાઓ દ્વારા ભક્તિભાવ સાથે અનોખી રીતે પવિત્ર પરસોતમ માસની ઉજવણી કરાઈ

0

માંગરોળમાં ગાયત્રીનગર, વાંજા દરજી વિસ્તાર સહિત વિસ્તારોમાં મહિલાઓ દ્વારા અધિક માસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓ એક જગ્યાએ ભેગી થઈને ભજન-ર્કિતન સાથે કાંઠા ગોરમા અને ભગવાન પુરૂષોત્તમજીની વિષેશ પૂજા અને આંબુળુ જાંબુળુ ગીત ગાઈને ભગવાનને રિઝવવાનો પ્રયાસ કરાય છે સાથે સાથે દરરોજ અલગ અલગ ગીત ભજન ર્કિતન રાસ ગરબા, સત્યનારાયણ કથા, વનભોજન, કૃષ્ણ જન્મોત્સવ મા મટકી ફોડ ઉત્સવ ઉપરાંત જૂદા જૂદા કાર્યક્રમોનું આયોજન કરીને ભક્તિમય વાતાવરણમાં મહિલા મંડળ દ્વારા અધિકમાસમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ ચાલી રહેલ પવિત્ર અધિક માસ, પરસોતમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે દર ત્રણ વર્ષે આવતો પરસોતમ માસમાં દાન-પુણ્ય અને ભક્તિની ઉંડી પરંપરા છે. દરમિયાન મંદિરોમાં વિશેષ પુજા અર્ચના અને વિવિધ વિસ્તારોમાં શેરીઓમાં બહેનો દ્વારા પણ ભગવાન પુરૂષોત્તમ અને કાંઠા ગોરમાની ભક્તિભાવ સાથે પૂજા કરી ઉજવણી કરાય
છે.

error: Content is protected !!