વેરાવળની સગીર વિદ્યાર્થીનીઓની સોશિયલ મીડિયા દ્વારા પજવણી કરતા તરૂણને કાયદાનો પાઠ અભયમ ટીમે ભણાવ્યો

0

વેરાવળની એક શાળાના શિક્ષક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માટે બોલાવી જણાવેલ કે, શાળાનાં ધોરણ ૯/૧૦રમાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓની કોઈ બહારનાં અજાણ્યા તરૂણએ સોશ્યલ મીડિયા દ્વારા મેસેજ કરી પજવણી કરે છે. ૧૮૧ અભયમ ટીમનાં કાઉન્સેલર દાફડા અંજનાબેન, કોન્સ્ટેબલ ઝાનકટ કૃપલબેન સહિત ટીમ સ્થળ ઉપર પહોંચી વિદ્યાર્થીનીઓનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે આ ત્રણ પૈકી એક વિદ્યાર્થિની પાસે મોબાઈલ છે. તેમાં તે તરૂણ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી તેમની સહેલીને તેમના સાથી મિત્ર સાથે સબંધ રાખવા મેસેજ કરતો અને તે બાબતનો વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ કરતા તરૂણો દ્વારા સબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતું. આ બધી સમસ્યા સાંભળી અભયમ ટીમ દ્વારા તરૂણનો સંપર્ક કરી અને શાળાએ લઈ જઈ તેમના માતા-પિતાને બોલાવી કાયદાકિય માહિતી આપી ત્યારબાદ તરૂણનાં પિતા દ્વારા ત્રણેય વિદ્યાર્થિનીઓની માફી માગી હતી અને તરૂણે પણ પોતાની ભૂલ છે તે સ્વીકારી અને હવે પછી ક્યારેય આવું વર્તન નહી કરે તેમ જણાવેલ પરંતુ વિદ્યાર્થીનીઓનાં વાલીઓએ જણાવેલ કે ‘હવે તેમની દીકરીઓને આગળ ભણાવવી નથી’. તેથી તેમના વાલીને પણ સમજાવી દીકરીઓનું ભવિષ્યનાં બગડે તે માટે આગળ ભણાવવા વાલીઓને રાજી કરેલ હતા. આ ત્રણેય વિદ્યાર્થિનીઓને સમજાવેલ કે હાલ તેની ઉંમર ભણવાની છે તો મોબાઈલનો વધુ પડતાં બિનજરૂરી ઉપયોગથી દૂર રહી ભણવામાં ધ્યાન આપે અને સોશ્યલ મીડિયાથી સાવધાન રહે, સુરક્ષિત રહે, સતર્ક રહે અને શાળાનાં શિક્ષકોએ ૧૮૧ ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!