Thursday, September 28

કેશોદ પોલીસે વિદેશી દારૂ ફોર વ્હીલ કારનાં ચોરખાનાંમાંથી ઝડપી પાડ્યો

0

અકલ્પનીય ગજબનો કિમીયો અજમાવ્યો કાર ચાલકે છતાં ચોરખાનામાથી અગીયાર બોટલો પોલીસે ઝડપી

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે માંગરોળ રોડ ઉપર પીપલીયા નગર વિસ્તારમાં મહેશ્વર મઢી પાસે વ્હાઈટ હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌતમ ઉર્ફે ગોપી કાન્તિભાઈ વણપરીયા ઈકો સ્પોર્ટ ફોર વ્હીલ કારમાં બહારથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરીને ઘરે આવેલ છે. કેશોદ પોલીસ દ્વારા પંચોને સાથે રાખી બાતમીના સ્થળે પહોંચતાં વ્હાઈટ હાઉસ એપાર્ટમેન્ટ પાસે રોડ ઉપર ઈકો સ્પોર્ટ ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૫-જેએચ-૦૩૭૭ પડેલી હોય કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી તપાસ કરતાં વ્હાઈટ હાઉસ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ૫૦૨ પાંચમા માળમાં ગૌતમ ઉર્ફે ગોપી કાન્તિભાઈ વણપરીયા(ઉ.વ.૩૪) રહેતો હોય જેને બોલાવી નીચે પાર્ક કરેલી ઈકો સ્પોર્ટ ફોર વ્હીલ કાર પોતાની હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે નંબર પ્લેટ હટાવતા અંદરનાં ભાગે ચોરખાનું બનાવેલ જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. તેમજ ડેકીની બંન્ને તરફ પણ બોક્ષ બનાવેલ હોય જેમાંથી પણ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવતાં કુલ બોટલ નંગ અગીયાર કિંમત રૂપિયા ૪૪૦૦ ઈકો સ્પોર્ટ ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૫-જેએચ-૦૩૭૭ કિંમત રૂપિયા ચાર લાખ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દશ હજાર મળી કુલ મુદામાલ રૂપિયા ૪,૧૪,૪૦૦ સાથે વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલોનો જથ્થો રાખવા બાબત વ્હાઈટ હાઉસમાં રહેતાં ગૌતમ ઉર્ફે ગોપી કાન્તિભાઈ વણપરીયા(ઉ.વ.૩૪) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!