સુત્રાપાડા ખાતે મેરી માટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

0

સુત્રાપાડા ખાતે તાલુકા કક્ષાનો મેરી માટી મેરા દેશ તથા શહિદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રતિનિધિ વિજયભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ અશ્વિનભાઈ પરમાર, ઉપપ્રમુખ ખીમાભાઈ, કારોબારી સમિતીના અધ્યક્ષ હમીરભાઈ વાઢીયા, ન્યાય સમિતિના ચેરમેનના પ્રતિનિધિ વિનુભાઈ, તાલુકા પંચાયતના સભ્યો જેન્તીભાઈ બારડ, પ્રતાપભાઈ, મહેન્દ્રભાઈ, ભાવસિંહભાઈ, રમેશભાઈ તથા જીલ્લા પંચાયત લોઢવાના સભ્યના પ્રતિનિધિ જાદવભાઈ ભોળા, ધામણેજ જીલ્લા પંચાયતના સભ્ય અરસીભાઈ, સુત્રાપાડા મામલતદાર કરગઠીયા, તાલુકા વિકાસ અધિકારી સુત્રાપાડા પી.એમ.આઈ., સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ ગામડાના રસપંચો, કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત પદાધિકારીઓના હસ્તે દીપપ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરેલ ત્યારબાદ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલ વિજુભાઈ બારડના હસ્તે ધ્વજવંદન કરેલ અને એકસ આર્મીના ત્રણ જવાનોનું શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું ત્યારબાદ વિર શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અંતમાં સુત્રાપાડા તાલુકા પંચાયતના ૧પમાં નાણાં પંચમાંથી રપ લાખના ખર્ચે ત્રણ એમ્બ્યુલંશ આવેલ તેમાંથી લોઢવા, હરણાસા, થરેલી ગામના સરપંચોને કાર્યક્રમના અધ્યક્ષ તથા પદાધિકારીઓ તથા અધિકારીઓને હસ્તે લોકાર્પણ રાખવામાં આવેલ હતો.

error: Content is protected !!