Sunday, September 24

દ્વારકાના સમુદ્રક્ષેત્રે દારૂકાવનમાં આવેલ પૌરાણિક દ્વાદશ જયોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવ

0

પવિત્ર યાત્રાધામ દ્વારકા થી ૧૬ કી.મી.ના અંતરે સમુદ્ર ક્ષેત્રે ઓખામંડળમાં શ્રી નાગેશ્વર મહાદેવનું જ્યોતિલિંગ અનાદિકાળથી પ્રકાશે છે. જે સમગ્ર ભારતવર્ષમાં આવેલ બાર જ્યોતિલિંગમાંનું એક છે. સૌરાષ્ટ્રના આ વનપ્રદેશને વર્તમાન સમયમાં દારૂકાવન-દ્વારકા ક્ષેત્રે કહેવાય છે. શ્રીકૃષ્ણએ પોતાની નવી રાજધાની દ્વારકાનું નિર્માણ કર્યુ, તે પહેલા આ સ્થળે અનાદિકાળથી રહેલ શ્રી નાગેશ્વર મહાદેવની પૂજા-અભિષેક કરીને શિવજીની કૃપાથી ભગવાન શ્રીકૃષ્ણએ પશુપતાસ્ત્ર મેળવી આ સમુદ્રક્ષેત્રમાં રહેલા શંખ, કુશ, દારૂકા આદિ રાક્ષસોનાદળ-બળનો નાશ કરીને મનુષ્ય માટે વસવાટ કરવા આ ક્ષેત્રને ર્નિભય બનાવ્યું હતું.પ્રાચીન કાળમાં ભગવાન શ્રી દ્વારકાધીશ ત્રૈલોકય સુંદર જગત મંદિરના દર્શન માટે દ્વારકાપુરીની યાત્રાએ આવેલા ભગવાન શંકરના ઉપદેશ પ્રચારક એવા જગદ્‌ગુરૂ આદ્ય શંકરાચાર્ય મહારાજે પણ નાગેશ્વર પધારીને પૂજા-અર્ચન કરેલ. આદ્ય શંકરાચાર્યજીએ શ્રી નાગેશ્વર મહાદેવના અભિષેક-પૂજન કરીને તેમના સ્વરચિત બાર જ્યોતિલિંગ સ્તોત્રમાં લખેલ છે કે,
યામ્યે સડ્‌અંગે નગરેતિરમ્યે વિભૂષિતાંગ વિવિધૈશ્વર્ય ભોગૈઃા
સદ્‌ ભકિતમુકિતપ્રદર્શીશમેકં શ્રી નાગનાથં શરણં પ્રપદ્યે ાા
ઉપરોકત સ્તોત્ર વિશે ઉપદેશ આપતા શ્રી આદ્ય શંકરાચાર્યજીએ કહેલ કે “વિવિધ સુંદરતાથીવિભૂષિત કરેલા અને વિવિધ ભોગ ધરાય છે, તે ઈશ્વરના નગરની દક્ષિણે સદ્‌બભકિત અને મુકિત આપનારાશ્રી નાગનાથના શરણે હું જાઉ છું.”
નાગેશ્વર લિંગ પણ બે જગ્યાએ આવેલ છે. જેમાં એક ઉપરોકત કરેલ વર્ણન અનુસાર અને બીજું હૈદ્રાબાદ રાજ્યમાં આવેલ છે. પરંતુ “શિવપુરાણ” જાેવાથી તેમાં દ્વારિકા માર્ગે આવેલ શ્રી નાગેશ્વર મહાદેવનું શિવલિંગ પ્રમાણિત લાગે છે. શિવપુરાણમાં સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલ છે કે “સાગર ક્ષેત્રમાં આવેલ દારૂકાવનમાં મહાદેવનું પ્રાગટય શ્રી નાગેશ્વર નામથી થયેલું છે.” આ પૌરાણિક પ્રમાણથી “સમુદ્ર ક્ષેત્રમાં રહેલા આદારૂકાવનમાં પ્રગટ થયેલ “શ્રી નાગેશ્વર” આદ્ય જ્યોતિલિંગ છે. તેમ માની શકાય. દ્વાદશ જ્યોતિલિંગ શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરના જીર્ણોદ્વાર પછી મંદિર વિશાળ, સુંદર તેમજ નયનરમ્ય બન્યું છે. મંદિર પાસે ૮૫ ફુટ ઉંચી ભગવાન શિવજીની પ્રતિમા આવેલ છે. જે મંદિરથી એક કિલોમીટર દૂરથી પણ જાેઈ શકાય છે. આ મંદિરના જીર્ણોદ્વાર માટે એક સમયના ફિલ્મ જગતનામ માંધાતા, ટી-સીરીઝના નિર્માત તેમજ ભગવાન શિવના પરમ ભક્ત સ્વ.ગુલશન કુમારે આર્થિક સહયોગ આપેલ છે. યાત્રાધામ દ્વારકાપુરીની યાત્રાએ આવતા યાત્રિકો શ્રી નાગેશ્વર મહાદેવના દર્શનાર્થે અવશ્ય પધારે છે. હાલમાં શંકર ભગવાનની ભકિત કરવા માટે સર્વોતમ એવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગયેલ હોઈ યાત્રિકો અને શિવ ભકતો મોટી સંખ્યામાં અહીંયા વાહનો દ્વારા તેમજ પગપાળા કરીને દર્શનાર્થે આવે છે. હરિ કહેતા ભગવાન શ્રીકૃષ્ણ અને હર કહેતા મહાદેવ શિવજી આ બંને ઉપાસક અને ઉપાસ્ય એવા આ મહા યોગેશ્વરના દર્શન કરીને બાર જ્યોતિલિંમાં એક એવા “નાગેશં તુ દારૂકાવને” બિરાજતા શિવજી આપણુંસૌનું કલ્યાણ કરે.

error: Content is protected !!