સુત્રાપાડાના મોરડીયા-મટાણા ગામે દિપડાએ હુમલો કરતા બે લોકોના મોત : એક ગંભીર

0

સુત્રાપાડા તાલુકાના મોરડીાય તથા મટાણા ગામે અદમ ખોર દિપડાએ ત્રણ લોકોને ઈજા કરતા બે લોકોના મોત અને એક ગંભીર ઈજા કરેલ. આ બનાવની જાણ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને થતા મૃતક પરીવારના ઘરે જઈને મુલાકાત લઈ અને પરીવારને સાત્વના પાઠવેલ અને ઘટના સ્થળે જઈને વન ખાતા પાસેથી વિગતો મેળવીને ઘટતું કરવા માટે રજુઆતો પણ કરેલ તેમજ આ વિસ્તારમાં દિપડાની સંખ્યા વધુ છે અને લોકો પણ વધુ પડતા વાડી વિસ્તારમં રહેતા હોવાથી વન તંત્ર દ્વારા આવા વન્ય પ્રાણીઓથી બચવા જનજાગૃતિનો કાર્યક્રમ કરવો જાેઈએ અને દિપડાને પકડવા વધુ પાંજરા મુકવાની સુચના પણ આપવામાં આવેલ હતી અને મૃતક પરીવારને સરકાર તરફથી સહાય વહેલી તકે ચુકવવાનું પણ સુચન કરવામાં આવેલ હતું.

error: Content is protected !!