માંગરોળ ખાતે ગ્રામપંચાયત સાથે સહભાગીતા લીંગ સમાનતા વર્કશોપ યોજાયો

0

ગ્રામીણ મહિલા વિકાસ સંઘ માંગરોળ- આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા આજ રોજ માંગરોળ તાલુકાના (૨૫) જેટલા ગામના સરપંચો, સભ્યો, મંત્રીઓ, આગેવાનો તથા અન્ય લીડરો દ્વારા મહિલામંચની કામગીરી અને સરકારી યોજનામાં મંચને ટેકો આપવો તેમજ મહિલા વિકાસ થકી થયેલા કાર્યક્રમો ને બિરદાવવા આવ્યા હતા. આગામી સમયમાં અમો ગ્રામ્ય સ્તરે મંચને સહકાર આપીશું તેમજ ગ્રામસભામાં મહિલાઓની હાજરી તેમના પ્રશ્નોને વાચા આપી સૌ સહકાર સહયોગ આપીશું તેવી રજુઆત સરપંચશ્રી દ્વારા કરવામાં આવી હતી. માંગરોળ મુરલીધર વાડીમાં માંગરોળ તાલુકાના ૨૫ જેટલા ગામમાંથી ૧૨૦ જેટલા સરપંચો, સભ્યો, મંત્રીઓ ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!