માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો : માંગરોળમાં જાેખમી રીતે ઈ-બાઈક ચલાવતા વાયરલ થયેલ વિડીયોમાં કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરને શોધી તેના પિતા ઉપર કાર્યવાહી કરતી પોલીસ

0

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર પો. સ્ટે વિસ્તારમા કાયદો અને વયવસ્થા જાળવવા સારૂ અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જેથી આ સુચના અનુસંધાને વિભાગીય પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર, માંગરોળ વિભાગ, માંગરોળનાઓની સુચના મુજબ પો.સ.ઇન્સ. એસ.એ.સોલંકી માંગરોળ પો.સ્ટે. તથા માંગરોળ પો.સ્ટે ના પો.હેડ કોન્સ આર.બી. છેલાણા તથા પો.કોન્સ અજયભાઈ ડવ તથા પો.કોન્સ મહિપતસિંહ કાગડા નાઓએ સોશીયલ મિડીયામા ઈ-બાઈક ચલાવતા કાયદાના સંઘર્ષમા આવેલ બાળક અને તેની સાથે નાના બાળકો દ્વિ ચક્રી ઈ-બાઈકમાં ૬(છ) બાળકો ને બેસાડી, બાઈક ચલાવી બાળકોના જીવના જાેખમે બેફીકરાઈથી બાઈક ચલાવતો હોય જે બાબતે માંગરોળ સોશીયલ મિડીયામા વાયરલ થયેલ આ વિડીયોમા આવી બાઈક ઉપર પર ૦૬(છ) બાળકો સવાર છે જેમા ડ્રાઈવર બાળક જે પોતે જાણે છે કે આ બાઈક પર અન્ય પાંચ બાળકો ન બેસી શકે તેમ છતા પણ બેસાડી બેફીકરાઈથી જીવના જાેખમે ચલાવતો હોય જે અનુસંધાને બાળક ના પિતા જાણતા હોવા છતા તે મારુ બાળક આ રીતેની બેફીકરાઈ થી નાના બાળકોની જીંદગી જાેખમાય તે રીતે બેદરકારી થી ગાડી ચલાવે છે તેમ છતા પણ ઈ-બાઈક ચલાવવા આપેલ હોય આ મુજબ નો સોશીયલ મિડીયામા વાયરલ થયેલ વિડીયો અનુસંધાને તપાસ કરતા તે બાળક માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામના રહીશ ઇબ્રાહીમભાઇ મોહમ્મદભાઇ બેરાનો દિકરો હોય જેથી તેની તપાસ કરી બાળકના પિતા પર કાયદેસરની કાર્યવાહી કરી તેના પિતા પર માંગરોળ પોલીસ ગુન્હો દાખલ કરી તેમજ કાયદા ના સંઘર્ષમા આવેલ બાળક વિરુદ્ધ અલગથી કાયદાકીય કારવાહી કરી ઈ-બાઈક કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમા માંગરોળ પો.સબ ઈન્સ. એસ.એ.સોલંકી તથા જુનાગઢ જીલ્લા હાઇવે પો.સબ ઇન્સ પી.એસ.ઝાલા તથા પો.હેડ કોન્સ આર.બી.છેલાણા તથા પો.કોન્સ કેતનભાઇ રવજીભાઇ મકવાણા પો.કોન્સ મહિપતસિંહ કાગડા તથા પો.કોન્સ.અજયભાઇ ડવ તથા પો કોન્સ જીગ્નેશભાઇ ચાવડા નાઓએ સાથે રહી કામગીરી કરેલ

error: Content is protected !!