સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

0

તા.૧૧-૮-૨૦૨૩ને શુક્રવારના રોજ જૂનાગઢના ચિલ્ડ્રન હોમમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઝુવેનાઇલ જસ્ટિસ બોર્ડના મુખ્ય ન્યાયાધીશ જીગરભાઈ મહેતા, ઝુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય દમયંતીબેન તથા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તથા અલ્પેશભાઈ પરમાર અને ચંપકભાઈ જેઠવા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યત્વે ધીરજલાલ ટાંક દ્વારા ખોડિયાર ગરબી મંડળનું સાઉન્ડ સિસ્ટમ આ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ગીત, દુહા, છંદની સરસ રજૂઆત પણ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ જીગરભાઈ મહેતા દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને સંસ્થાને મળેલ સાઉન્ડ સિસ્ટમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન કૌશિકભાઈ બલદાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!