સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી શ્રી નળેશ્વર શીમ શાળાના નવા બિલ્ડિંગનું સરપંચ ઓઘડભાઈ વાળા હસ્તે લોકાર્પણ કરીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સૌપ્રથમ ગામના સરપંચ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તથા ગ્રામજનોને હાજરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને સ્વતંત્ર દિવસ હોય ત્યારે શ્રી નડેશ્વર સીમશાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે શ્રી નળેશ્વર સીમ શાળાના નવા બિલ્ડિંગનું રૂા.૧,૨૫,૦૦૦૦૦ ખાતમુહૂર્ત ધામરેજ ગામના સરપંચ ઓઘડભાઈ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શામજીભાઈ વંશ તેમજ ધામળેજ ગામના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળા ખાતે સ્વતંત્ર પર્વને ઉજવણીના અને કાર્યક્રમ યોજાયા હતા. શાળાના બાળકો દ્વારા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)