સૂત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા ૧૫ નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલસનું લોકાર્પણ

0

સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સુત્રાપાડા ખાતે મેરી માટી મેરા દેશના કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સુત્રાપાડા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રતિનિધિ વિજય બારડના અધ્યક્ષ સ્થાને રાખેલ હતું. આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ અશ્વિનભાઈ પરમાર, ઉપપ્રમુખ ખીમાભાઈ, કારોબારી સમિતિના ચેરમેન હમીરભાઇ વાડિયા, ચેરમેન વનીતાબેન વિનુભાઈ ચાવડા, સુત્રાપાડા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સુત્રાપાડા તથા પીએસઆઇ સુત્રાપાડા તથા જિલ્લા પંચાયતના સદસ્ય જયાબેનના પ્રતિનિધિ જાદવભાઈ ભોળા તથા જિલ્લા પંચાયતના સદસ્ય અરશીભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ બારડ, તાલુકા પંચાયતના સદસ્ય જયંતીભાઈ બારડ, મહેન્દ્રભાઈ રામ, પ્રતાપભાઈ પરમાર, પંચાયતના ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયત સદસ્ય ભાવશીભાઈ ગોહિલ, રમેશભાઈ, વીરસિંહભાઈ, વહીવટી તંત્ર, સુત્રાપાડા તાલુકા પંચાયત મામલતદાર કચેરી આ પ્રસંગે લોઢવા હરણાસા તથા થરેલી ગામને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ૨૫ લાખના ખર્ચે ત્રણ નવી એમ્બ્યુલન્સ મંજૂર થયેલ તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ પદાધિકારીની હાજરીમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ભગવાનના પ્રતિનિધિ વિજય બારડના હસ્તે અને તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ પરમારના દ્વારા કરવામાં આવેલ હતું.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!