રાજસ્થાન રામદેવળા પગપાળા યાત્રા પૂર્ણ કરી પ્રાચી પહોંચેલા યુવાનોનું ભવ્ય સ્વાગત કરાયું

0

ગીર-સોમનાથ જિલ્લાના રોણાંજ ગામથી રામદેવપીરજી મહારાજના ભક્તો દ્વારા પગપાળા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રોણા જ ગામ તથા પ્રાચી ગામના યુવાનો પગપાળા રાજસ્થાન રામદેવળા રામદેવપીરજી મહારાજના મંદિર ખાતે પહોંચ્યા હતા. તેઓ ૨૬ દિવસ ના પગપાળા યાત્રા કરી રામદેવળા પહોંચ્યા હતા. ત્યાં તેઓએ ધ્વજ રોહણ કર્યું હતું. રામદેવપીરજી મહારાજના આશીર્વાદ લઇ વતન પરત ફર્યા હતા. પ્રાચી તીર્થ તથા રોણા જ ગામે ભક્તોનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રોણા જ ખાતે રામદેવપીરજી મહારાજના મંદિરે ધ્વજાં રોહણ કરવામાં આવ્યું હતું. રોણાજ ગામ તથા પ્રાચી ગામ દ્વારા યુવાનોનું ભવ્ય સ્વાગત કરાયું હતું.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!