માંગરોળ પંથકમાં પોલીસનું સરપ્રાઇઝ કોમ્બીંગ : અસામાજીક તત્વોમાં ફફડાટ

0

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તથા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના નેત્વૃત્વમાં પોલીસે બોલાવ્યો સપાટો

જૂનાગઢ જીલ્લાના માંગરોળ ડીવીઝન વિસ્તાર હેઠળના માંગરોળ તથા માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને શોધી કાઢવા સરપ્રાઇઝ કોમ્બીંગ હાથ ધરી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા કુલ ૨૨૧ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં નેતૃત્વમાં પ્રવર્તમાન સમયમાં જીલ્લામાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો વિરૂધ્ધ કડકાઇ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટેના માર્ગદર્શનમાં અવાર-નવાર કોમ્બીંગ તથા સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન તા.૨૦-૮-૨૦૨૩ના જૂનાગઢ જીલ્લાના માંગરોળ ડીવીઝન વિસ્તાર હેઠળના માંગરોળ તથા માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના નેતૃત્વમાં માાંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી. કોડીયાતર તથા સર્કલ પો.ઇન્સ. એસ.આઇ. માંધરા તથા માંગરોળ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ એસ.એ.સોલંકી તથા ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.કે.એમ. ગઢવી તથા શીલ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એચ.વી.ચુડાસમા તથા પો. સ્ટાફના મળી કુલ ૧૯૫ પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો પાડી લાઠી-હેલ્મેટ સાથે માાંગરોળ પોલીસ સ્ટેશન તથા માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સંયુક્ત રીતે અસામાજીક ઇસમો ઉપર ઘોંસ બોલાવવા તેમજ તેઓની અસામાજીક પ્રવૃતિ ઉપર સંપુર્ણપણે અંકુશ લાવવાના હેતુથી કોમ્બીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે કામગીરી દરમ્યાન હસ્તગત કરેલ ઇસમો કાયદાકીય જાેગવાઇઓ મુજબ કામગીરી કરવામાં આવેલ છે. આ ઉપરાંત કોમ્બીંગ દરમ્યાન જાહેર જગ્યાઓમાં નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટ વાળા મળી આવેલ વ્હીકલ પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવેલ. તેમજ કેટલાક વિસ્તારોમાં કોમ્બીંગ દરમ્યાન પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમોને પ્રોહીબીશનના મુદામાલ સાથે પકડી પાડી પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર કરવામાં આવેલ હતી. જેમાં હથિયાર સાથે જીપી એકટ-૧૩૫ મુજબ(છરી ચપ્પા વિગેરે હથિયાર બંધી જાહેરનામા ભંગના કેસો) ૦૫, નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો વિરૂધ્ધ કાર્યવાહી ૭૨, પ્રોહીબીશન ધારા હેઠળના કેસો ૦૪, સી.આર.પી.સી.કલમ ૧૦૭ તથા ૧૧૦ મુજબ તથા પ્રોહીબીશન ધારા હેઠળની કામગીરી ૧૩૮, સ્.ફ.ટ્ઠષ્ઠં કલમ ૧૮૫ના ૦૨ મળી કુલ ૨૨૧ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે એ બાબત નોંધનીય છે કે, આ સમગ્ર કામગીરી દરમ્યાન સીનીયર સીટીઝન, ફેમીલી/બાળકો સાથ તથા મહિલા વાહન ચાલકોને અડચણ ન થાય તે બાબતે પુરતી તકેદારી જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લાના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ જીલ્લા પોલીસ કટીબધ્ધ છે તેની પ્રતિતી કરાવી હતી.

error: Content is protected !!