Saturday, September 23

કેશોદ : કુવામાં અગમ્ય કારણોસર પડી જતાં આધેડ મોતને ભેટયા

0

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત બગીચામાં રહેલ કુવામાં આઘેડ પડી ગયા ની જાણ કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ કરી આધેડનો મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો. વહેલી સવારે બનેલી ઘટનામા કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત બગીચામાં આવેલા કુવામાંથી મળી આવેલ મૃતદેહ કલ્પેશભાઈ હેમંતભાઈ ચાદ્રાણીનો હોવાનું અને તાજેતરમાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હોય જેની પીડા સહન ન થતાં ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘટનાસ્થળે પહોંચી પીટીઆર ટ્રીટમેન્ટ આપી ફરીથી શ્ર્‌વાસોશ્ર્‌વાસ શરૂ કરવા પ્રયત્ન કર્યો હતો ત્યારે સફળતા ન મળતાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. મૃતક કલ્પેશભાઈ હેમંતભાઈ ચાદ્રાણી નિવૃત્ત જીવન જીવી રહ્યાં હતાં ત્યારે પરિવારમાં પત્ની અને બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતકના પારિવારિક સગાં સંબંધીઓ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

error: Content is protected !!