કોડીનાર તાલુકાના આણંદપુર- પેઢાવાડા ગામ નજીકના નદી વિસ્તાર માંથી સિંહ ની કોહવાયેલી લાશ મળી આવ્યાના મામલે વન વિભાગ દ્વારા સઘન તપાસ અને ફોરેન્સિક પી.એમ કર્યા બાદ હકીકત સામે આવી હતી કે, ૩ થી ૫ વર્ષના આ નર સિંહનું મોત વીજ શોક લાગવાને કારણે થયું છે.આ સંદર્ભે વન વિભાગ દ્વારા ઉંડી તપાસ હાથ ધરી ને બે ખેડૂતોની અટકાયત બાદ કોડીનાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન ફગાવી જૂનાગઢ જેલ હવાલે મોકલી આપ્યા છે.
કોડીનારના આણંદપુર- પેઢાવાડા વચ્ચે નદી માંથી સિંહનો મૃતદેહ મળી આવ્યા સંદર્ભમાં જાણવા મળતી હકીકત અનુસાર જામવાળા રેન્જના ઘાંટવડ રાઉન્ડની ઘાંટવડ–૨ બીટના આણંદપુર-પેઢાવાડા ગામના સીમાડા પર આવેલ પુલ પરથી પસાર થતા વટેમાર્ગુ ને બાબરવા પાણીના નેરા વિસ્તાર માથી તા.૧૮ ના રોજ દુર્ગંધ આવતા ગામના માજી સરપંચને જાણ કરતા તેમના મારફત વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ નો કાફલો તાત્કાલીક સ્થળ પર પહોંચી વન્યપ્રાણીના મૃતદેહ અંગેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિ એ વન્ય પ્રાણી સિંહ નર –૧ ઉ.વ.આ.૩ થી ૫ વર્ષનો હોવાનુ જણાતા વન વિભાગમાં ઉપરી અધિકારીને જાણ કરતા વન્યપ્રાણીના મૃતદેહનો કબ્જાે લેવા માટે વેટરનરી ઓફિસર જામવાળા તથા મદદનીશ વન સંરક્ષક(છઝ્રહ્લ) જામવાળા અને આર.એફ.ઓ. જામવાળા ઘટના સ્થળ પર પહોંચી બનાવ સ્થળને સુરક્ષિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બાદમાં તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચતા તેમની દેખરેખ હેઠળ વન્યપ્રાણીના શબનો કબ્જાે જરૂરી કાર્યવાહી કરી સિંહ ના મૃતદેહ ને જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ ત્યાં વેટરનરી ઓફિસરની ટીમ દ્વારા પેનલ પી.એમ. કાર્યવાહિ કરતાં સિંહ નું વીજ શોક લાગવાથી મૃત્ય થયા નું કારણ ખુલતા જામવાળા રેન્જ ફોરેસ્ટ ની ટિમ સતત કામે લાગી બનાવ વાળા સ્થળની આજબાજુમા બીજા દિવસે વહેલી સવારથી અલગ અલગ ટીમો બનાવી સઘન સ્થળ તપાસ કરતા બાબરવા નેરાના કાઠા પર વન્યપ્રાણીના મૃતદેહનુ સ્થળ અને જગ્યા કોર્ડન કરી પગેરૂ મેળવતા તે આણંદપુર ગામના ખેડુત ખાતેદારની માલીકીની વાડી સુધી દોરી ગયેલ જે બાબતે સ્થાનિક સ્ટાફ દ્વારા ખેડુત ખાતેદારની જીણવટ ભરી સઘન પુછપરછ કરતા ખેડુત ખાતેદારના જણાવ્યા મુજબ આ વન્યપ્રાણી સિંહ નર જીવ-૧ નુ તા.૧૪ ના રોજ વહેલી સવારે ખેડુતે પોતાના ખેતરમા રોઝ તથા જંગલી ભુંડથી મગફળીના પાકના રક્ષણ માટે ગેરકાયદેસર રીતે ટી.સી. માથી ખેંચવામા આવેલ જીવંત ઈલેકટીક વીજ લાઈનના સંપર્કમા આવતા આ સિંહ નર–૧ ને વીજ શોક લાગતા મૃત્યુ થયા અંગેનુ જણાવતા અને આ મૃત સિંહના શબને રાત્રીના સમયે નિકાલ કરવા માટે તેઓની વાડીમા સંતાડીને રાખેલ.બાદમા તા.૧૫ ના રોજ મોડી રાત્રીના ૦૨ઃ૦૦ કલાકની આસપાસ તેઓ તથા તેઓના મોટા ભાઈની મદદથી મૃતદેહને બાબરવા નેરા વિસ્તારમા પાણીમા ફેંકી દીધો હતો. બાદમા કશુ બન્યુ ન હોય તેમ આવીને પોતાના રોજીંદા કામકાજમા જાેડાઈ ગયાએ હતા.જેથી કોઈને આ બાબતેની શંકા ન જાય બાદમા મૃતદેહ બાવળની ગીચ ઝાડી વચ્ચે પાણીમા કોહવાય ગયેલ હાલતમા મળી આવતા સદર બનાવ જાહેર થતા આ બાબતે તા.૧૮ ના રોજ ૧૫ઃ૦૦ કલાકે ઘાંટવડ રાઉન્ડ ગુન્હા નંબર–૦૨/૨૦૨૩-૨૪ થી અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી આગળની તપાસ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.જેમા નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ વિભાગ,જુનાગઢ તેમજ એ.સી.એફ. જામવાળા ના સીધા માર્ગદર્શન હેઠળ માત્ર બે દિવસની તપાસમા સદર કેસ ઉકેલવામા વન વિભાગ જામવાળાને સફળતા મળતા આ ગુન્હા કામના બંન્ને આરોપી (૧)જીતુભાઈ વરસિંગભાઈ પરમાર તથા (૨) વિ૨ભણભાઈ વરસિંગભાઈ ૫રમાર રે.બંન્ને આણંદપુર વાળા હોવાનુ જણાઈ આવતા તેમની તપાસના કામે પુછપરછ કરી વન વિભાગ દ્વારા આરોપીઓની ધરપકડ કરી નામ. કોડીનાર કોર્ટ સમક્ષ રજુ કરતા નામ. કોર્ટે દ્રારા આરોપીઓની જામીન અરજી નામંજુર કરી બંન્ને આરોપીને હાલ જયુડીશીયલ કસ્ટડીમા જુનાગઢ જેલ હવાલે કરી આપ્યા છે.વન વિભાગને આ ગુન્હો ઉકેલવામા મોટી
સફળતા મળી છે.